NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  એઝોટોબેકટર

 એઝોટોબેકટર એ એક પ્રકારના સૂક્ષમ જીવાણુઓ એટલે કે બેકટેરિયા છે, જે હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરવાની અદભૂત શકિત ધરાવે છે, એઝોટોબેકટરને કોઈ પણ પાકની હાજરીની જરૂર પડતી નથી, તેઓ એકલા જ પોતાની મેળે હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરી શકે છે. ખેતરની જમીન તેનું રહેઠાણ છે. એઝોટોબેકટર સામાન્ય રીતે ધાન્ય વર્ગના પાકો જેવા કે, બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, ડાંગર વગેરે માટે ઉપયોગી છે. આ પ્રકારના જીવાણુઓ મૂળના સંપર્કમાં રહીને તેમજ મુકત રીતે હવામાંનો નાઈટ્રોજન સ્િથર કરી છોડને પૂરો પાડે છે. જે તે પાકમાં ભલામણ મુજબ આ કલ્ચરનો ઉપયોગ કરવાથી ૧૦ થી ૧પ ટકા જેટલું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ પ્રકારના જીવાણુઓ હેકટરે ૧૦ થી ૧પ કિલો હવામાંનો નાઈટ્રોજન જમીનમાં સ્થિર કરી શકે છે. જે બીજની સ્ફુરણશકિત અને પાકની વૃધ્ધિમાં પણ મદદરૂપ થાય છે. આમ, આ પ્રકારના કલ્ચરના ઉપયોગથી હેકટરે ૧૦ થી ૧પ કિલો નાઈટ્રોજનની બચત કરી શકાય છે.