NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

  ફોસ્ફોબેકટેરિયમ (ફોસ્ફરસ દ્રાવ્ય / લભ્ય કરતા જૈવિક ખાતર)

જમીનમાં એવા ઘણાં સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જે વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. આવા પ્રમુખ જીવાણુઓમાં બેસીલસ, સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયા જેને ફોસ્ફોબેકટેરિયમ  કહેવામાં આવે છે. તેમજ એસ્પરજીલસ અને પેનીસીલીયમ જેવી ફૂગનો સમાવેશ થાય છે.આ પ્રકારના સૂક્ષ્મ જીવાણુને ફોસ્ફેટ કલ્ચર કહેવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આપણાં દેશમાં આશરે ર૬૦૦ લાખ ટન રોક ફોસ્ફેટનો ભંડાર છે. આવા કિંમતમાં સસ્તા રોક ફોસ્ફેટનેા યોગ્ય ફોસ્ફેટ કલ્ચર સાથે ઉપયોગ કરી શકાય છે. આ સૂક્ષ્મ જીવાણુઓ સેન્દ્રિયતેજાબ ઉત્પન્ન કરીને રોક ફોસ્ફેટમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે. જે પાકને તરતજ ઉપલબ્ધ બને છે. ભારતમાં આ બાબતે વિવિધ સ્થળે સંશોધન થઈ રહ્યું છે અને આશાસ્પદ પરિણામો મળેલ છે.

આ પ્રકારનું જૈવિક ખાતર મોટા ભાગના દરેક વર્ગના પાકોમાં ઉપયોગી છે. ક્ષારીય જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય છે અને આ પ્રકારની જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. જેથી જમીનમાં આપવામાં આવતા ફોસ્ફરસયુકત ખાતરોનો ફોસ્ફરસ જમીનમાં સ્થિર થઈ જાય છે અને પાકને પૂરતો મળી શકતો નથી. આથી જો ફોસ્ફોબેકટેરિયમ કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે તો આ કલ્ચરના જીવાણુઓ જમીનમાં સ્થિર થઈ ગયેલ ફોસ્ફરસને છૂટો પાડીને છોડને લભ્ય બનાવે છે. આ સૂક્ષ્મ જીવાણુઓ સેન્દ્રિય તેજાબ ઉત્પન્ન કરીને રોક ફોસ્ફેટમાં રહેલ અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે, જે પાકને તરત જ ઉપલબ્ધ બને છે. જો આ રીતે ફોસ્ફોબેકટેરિયમ કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે તો ૩૦ થી પ૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે ફોસ્ફરસયુકત રાસાયણિક ખાતરની બચત થાય છે.

પોટાશ દ્રાવક (સોલ્યુબીલાઈઝીંગ)  બેક્ટેરીયા (પોટાશ  લભ્ય કરતા સુક્ષ્મ જીવાણું)   

http://old.nau.in/banner/nauroji.jpg

વનસ્પતિરોગશાસ્ત્ર વિભગ, ન. મ. ક્રુષિમહાવિધ્યાલય, નવસારી દ્વારા ઉત્પાદીત અને વેચાણ કરવામાં આવતા  જૈવિક ખાતરો