સામાન્ય રીતે ગલગોટાના બે પ્રકાર જોવા મળે છે.
૧. ફ્રેંચ મેરીગોલ્ડ અથવા ગલગોટી : તેના છોડ ઠીંગણા રપ થી ૩૦ સે.મી. ઉંચાઈના, ફૂલો નાના કદનાં પરંતુ મોટી સંખ્યામાં અને પીળા, નારંગી, લાલ, કથ્થઈ રંગોના મિશ્રણ વાળા જોવા મળે છે. જેનો ઉપયોગ બાગ બગીચાના સુશોભિત ફૂલ છોડ તરીકે મુખ્યત્વે કરવામાં આવે છે. આ ગલગોટાના પ્રકારમાં બટર સ્કોચ, રસ્ટીરેટ વગેરે મુખ્ય જાતો છે.
ર. આફ્રિકન મેરીગોલ્ડ : આફ્રિકન મેરીગોલ્ડના છોડ ૬૦ થી ૯૦ સે.મી ઉંચા, ફૂલ મોટા કદના, પીળા, નારંગી કે આછા પીળા રંગવાળા અને સારી ટકાઉશકિત ધરાવે છે. આ વર્ગમાં તેના ફૂલોના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો છે. જેવી કે, જાયન્ટ, ક્રાયસેન્થીમમ ચાર્મ, હનીકોમ્બ, કલાયમેકસ, તેમજ સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નો બર્ડ નામની જાત પણ વિકસાવવામાં આવેલ છે. વળી, આઈ.એ.આર.આઈ. નવી દિલ્હીથી બે હાઈબ્રીડ જાતો પુસા નારંગી ગેંદા અને પુસા બસંતી ગેંદા બહાર પાડવામાં આવેલ છે જે ગુજરાતમાં પણ સફળતા પૂર્વક ઉછેરી શકાય છે.