જમીનની તૈયારી કરતી વખતે હેકટર દીઠ ર૦ થી રપ ટન સારુ કોહવાયેલું છાણિયુ ખાતર જમીનમાં મેળવી દેવું. ગલગોટાના સારા ઉત્પાદન માટે પ્રતિ હેકટરે ર૦૦ કિલો નાઈટ્રોજન, ૧૦૦ કિલો ફોસ્ફરસ અને ૧૦૦ કિલો પોટાશ તત્વના રૂપમાં આપવું. જેમાં નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ અને પોટાશનો પુરેપુરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે ફેરરોપણી પહેલા આપવો. જયારે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ ૪પ દિવસ પછી છોડની ફરતે ગોડ મારી રીંગમાં આપવો.