લીલીની ખેતી માટે ફળદ્રુપ ગોરાડુ તથા મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છ પરંતુ તે ભારે કાળી અને ક્ષારવાળી જમીનમાં પણ ઉછેરી શકાય છે. લીલીના કંદથી વાવેતર કરતા પહેલા જમીનને બરાબર ખેડીને ભરભરી બનાવવી. ત્યારબાદ સમતલ કરી નીક પાળા તૈયાર કરી રોપણી કરવી જોઈએ.
લીલીને ગરમ અને ભેજવાળુ વાતાવરણ વધારે માફક આવે છે. છતાંય લીલી એ ઠંડાથી ગરમ કોઈપણ પ્રકારના હવામાનમાં થઈ શકે તેવો પાક છે. ઉષ્ણ કટીબંધવાળા વિસ્તારોમાં તેનો વિકાસ થઈ શકે છે. ઉષ્ણકટીબંધના સૂકા, સપાટ વિસ્તારથી ઢોળાવવાળા વિસ્તારોમાં તેમજ સૂર્યપ્રકાશમાં અથવા થોડા છાંયાવાળા ભાગે પણ તેનો ઉછેર શકય બને છે.