આ પાક આખા વર્ષ દરમ્યાન વિકાસ પામતો અને એકવાર વાવેતર કર્યા બાદ લાંબો સમય સચવાતો હોઈ પોષકતત્વોની મોટા પ્રમાણમાં જરૂરીયાત રહે છે. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઢ ૩૦ ટન સારૂ કહોવાયેલ છાણીયુ ખાતર મે-જુન માસમાં જમીનમાં ભેળવવું. તેમજ રાસાયણિક ખાતર ૩૦૦:રરપ:ર૦૦ કિલો નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તત્વના રૂપમાં આપવું. પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ અને પોટાશ આપવો તેમજ નાઈટ્રોજન ખાતરને ચાર સરખા હપ્તામાં (જુન-સપ્ટેમ્બર-ડીસેમ્બર-માર્ચ માસ દરમ્યાન) આપવું. ત્યારબાદ દર વર્ષ આ પ્રમાણ મુજબ ચાર હપ્તામાં ખાતર આપવું.