કંદના વાવેતર બાદ હળવુ પાણી આપવું, ત્યારબાદ કંદના સ્ફૂરણ સુધી ખૂબજ મર્યાદિત જથ્થામાં જરૂર પૂરતુ જ પિયત આપવું. પુરેપુરું કંદનું સ્ફૂરણ થયા બાદ સતત ભેજ રહે તેમ પિયતનું પ્રમાણ વધારવું. આખા વર્ષ દરમ્યાન પાક લેવાનો હોય ઋતુ પ્રમાણે ૩ થી ૭ દિવસે પિયત આપતા રહેવું. શિયાળાની ઋતુમાં આ પાકને થોડો આરામ આપી શકાય. પરંતુ શિયાળામાં લગ્નસીઝનને લીધે માંગ વધવાને કારણે ફૂલોનો પુરતો ભાવ મળતો હોવાને કારણે ખેડૂતો થોડુ ઓછું ઉત્પાદન લઈ પોષણક્ષમ ભાવ મેળવતા હોય છે, જેથી પિયત આપવું પડે છે.