છોડનો પુરતો વિકાસ ન થાય ત્યાં સુધી નિંદામણ કરવાની જરૂર રહે છે. છોડના મૂળ જમીન બહાર દેખાય તો માટી ચઢાવવી છોડ પરના સુકા પાન, સુકા ફૂલ તેમજ નકામી ફુલદાંડીઓને આવરનવાર કાપતા રહેવું જરૂરી છે. શિયાળા દરમ્યાન છોડના ઉપરના બધા જ પાન કાપી જમીનમાં ભેળવી દેવા. જેથી જમીનમાં સેન્દ્રીય તત્વનો ઉમેરો થાય છે.