Navsari Agricultural University


ગુલછડીને અંગ્રેજીમાં ટયુબરોઝ કહે છે. ભારતમાં વ્યાપારિક ધોરણે ગુલછડીની ખેતી પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં થાય છે. આપણા દેશમાં હાલમાં ગુલછડીની ખેતી અંદાજે ર૦,૦૦૦ હેકટર વિસ્તારે થાય છે જયારે ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદ જીલ્લામાં અંદાજે ૪૦ હેકટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે.
ગુલછડી એ કંદ વર્ગનો છોડ છે. તેના પાન લાંબા, સાંકડા અને ઘાસ જેવા સીધા હોય છે. ફૂલ નલિકા આકારના, સ્નિગ્ધ અને સફેદ રંગના હોય છે. ગુલછડીના કંદની ટોચે પાનના ઝૂમખામાંથી નીકળતી ૮૦ થી ૧૦૦સે.મી. લાંબી દાંડી પર ૬ થી ૭ દિવસ સુધી એક પછી એક સુગંધયુકત ફૂલો ખીલતા રહેતાં હોવાથી તે કટફલાવર તરીકે ખૂબ જ પ્રચલિત છે. છૂટા ફૂલ વેણી, હાર બનાવવાના ઉપયોગમાં આવે છે. છોડ કૂંડામાં કે બાગમાં કયારા તરીકે વાવવાથી તેની આહલાદક સુગંધ આપે છે. ફૂલમાંથી નીકળતું સુગંધિત તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.