ગુલછડીના મૂળ છીછરા હોવાથી ઊંડી ખેડ કરવી હિતાવહ નથી પણ વખતોવખત નીંદામણ કાઢી જમીન નીંદણ મુકત રાખવી આવશ્યક છે. ગુલછડીના પાકમાં ભારે ખાતર તથા પિયતની જરૂરિયાત હોવાથી નીંદણનો ભારે ઉગાવો રહે છે. દરેક પિયત બાદ નીંદામણ તથા હાથ કરબડી વડે હળવી ખેડ કરવાથી જમીન પોચી બને છે અને નીંદામણનો નાશ થાય છે.