કંદ રોપ્યા બાદ પાણી આપવું. ત્યારબાદ કંદનો ઉગાવો થાય ત્યાં સુધી પિયત આપવું નહીં. વધારે પડતા ભેજથી કંદ સડી જવાનો ભય રહે છે. પિયતની માત્રા જમીનનો પ્રકાર, છોડની વૃધ્ધિ અને હવામાન પર આધાર રાખે છે. શિયાળામાં ૧૦ થી ૧પ દિવસે અને ઉનાળામાં ૭ દિવસના અંતરે પાણી આપવું જોઈએ.