(૧) સિંગલ: આ જાતના ફૂલ સફેદ રંગના, પાંદડાઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણીમાં ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેમાં પ્રજવલ, શૃંગાર, ફુલે રજની, અર્કા નિરંતરા, હૈદરાબાદ સિંગલ વગેરે મુખ્ય જાતો છે.
(ર) ડબલ: આ જાત માં ફૂલમાં પાંખડીઓની બે થી ત્રણ હાર હોય છે. જેથી ફૂલનું કદ મોટું અને ભરાવદાર લાગે છે. ફૂલની ટોચ પર ગુલાબી રંગના ટપકાં જોવા મળે છે જેથી તેને પર્લ ડબલ કહેવાય છે. ફૂલ રંગે આછા પીળાશ પડતા હોય છે, જેમાં સુગંધનું પ્રમાણ સિંગલ જાત કરતાં ઓછું હોય છે. જેમાં સુવાસિની, વૈભવ, હૈદરાબાદ ડબલ અને કલકત્તા ડબલ મુખ્ય જાતો છે.