ગુલછડીનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે, સેન્દ્રિય તત્વોથી ભરપૂર સારા નિતારવાળી, વધુ ભેજ સંગ્રહશકિતવાળી ગોરાડુ કે રેતાળ ગોરાડુ જમીનમાં સારૂં ઉત્પાદન આપે છે. જે જમીનનો પી.એચ. આંક ૬.પ થી ૭.પ હોય તેમાં ખૂબ સારી રીતે ઉગાડી શકાય છે.
ગુલછડીની ખેતીમાં હવામાન છોડના વિકાસ અને ફૂલના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે. મહત્તમ ૪૦ ડિગ્રી સે. અને ન્યૂનત્તમ ૧૦ ડિગ્રી સે.જેટલું તાપમાન ફૂલની દાંડીની લંબાઈ, વજન અને ગુણવત્તામાં ઘટાડો કરે છે. આ પાકને રપ ડિગ્રી થી ૩૦ ડિગ્રી સે. તાપમાનમાં સારી રીતે ઉગાડી શકાય છે. ગરમ અને ભેજવાળુ હવામાન છોડની વૃધ્ધિ માટે અનુકૂળ છે.