Navsari Agricultural University
હવામાન :
----------

આ પાકને ગરમ અને સૂકુ હવામાન વિશેષ્ માફક આવે છે. હિમથી આ પાકને ખુબજ નુકશાન થાય છે. સામાન્ય રીતે રપ૦ - ૩૦૦ સે. તાપમાન જરૂરી છે. તરબૂચને પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. સૂર્ય પ્રકાશના લીધે તરબૂચના શર્કરાનું પ્રમાણ વધે છે અને પર્ણને લગતા રોગોનું પ્રમાણ ઘટે છે.

તરબૂચ ગરમીનો પાક છે એટલે મકરસંક્રાતિ પછી ઠંડી ઓછી થઈ જાય પછી તરબૂચની વાવણી કરવી જેથી ઉગારો સારો મળે. પરંતુ ડીસેમ્બર,જાન્યુઆરી મહિનામાં તરબૂચના ભાવ સારા મળતા હોવાથી વરસાદ પૂરો થાય કે તરત જ સપ્ટેમ્બરથી ઓકટોમ્બર મહિનાની આખર સુધી વાવણી કરવી જેથી વાવણી કયર્ા બાદ શરૂઆતમાં પ૦ થી પપ દિવસ ગરમી મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ સારો થાય. પછી જો ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી. એ રીતે તરબૂચનો પાક વરસમા બે વાર પણ લઈ શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.