Navsari Agricultural University
પારવવું:-
---------

છોડની સરી વૃધ્ધિ થયાબાદ ખામણા દીઠ એક એક રહેવા દઈને વધારાના છોડ કાઢી નાંખવા હાઈબ્રીડ તરબુચની ખેતીમાં છાટણીં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં શરૂઆતમાં એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી બાકીની કાઢી નાખવી. આ કાર્ય જયારે તરબુચ નાના હોય ત્યારે કરવું. ફળની સંખ્યા કરતા કદ પર ભાર મૂકવાનો હોય ત્યારે ફળ નાના હોય તે વખતે વધારાના ફળો તોડી નાખી સંખ્યા ઓછી કરવી જેથી બાકી રહેલા ફળનો વિકાસ સારો થાય.

આંતરખેડ અને પિયત:-
------------------

આ પાકનાં મૂળ ઉંડા જતાં નથી આથી નિંદામણનો નાશ કરવા છીછરી આંતરખેડ કરવી. વેલા મોટા થયા બાદ ખૂરપીથી નિંદામણ કરવું. આ પાકના આયુષ્ય કાળ દરમ્યાન ૮ થી ૧૦ દિવસનાં અંતરે પિયત આપવું.

વેલાની વૃધ્ધિ નીકળી એકજ બાજુએ થાય એ માટે શરૂઆતથી જ દરેક વેલાને કેળવવા. આમ કરવાથી નીકમાં પિયત સહેલાઈથી આપી શકાય છે અને ફકત નીકમાં જ પિયત આપવાથી ફળને વધુ ભેજથી થતું નુકશાન અટકાવી શકાય. પાછલી અવસ્થામાં પાણી ઓછું આપવું જેથી એની ગુણવત્તા સારી રહે. પાકની શરૂઆતની અવસ્થામાં વેલાની ઝડપી વૃધ્ધ થાય છે તે સમયે ૬ થી ૭ દિવસે પાણી આપવું ત્યાર પછી સામાન્ય રીતે ૧૦ થી ૧ર દિવસે પાણી આપવું અને ફળ પાકવાની શરૂઆત થાય તે અગાઉ પાણી આપવાનું બંધ કરવું. શરૂઆતની વીણી બાદ નાના રહેલ ફળના વિકાસ માટે લાંબા ગાળે હળવું પિયત આપવું. ગોરાડુ જમીનમાં અથવા રેતળમાં ટૂકા ગાળે પાણી આપવું.

જાતિય પરિવર્તન:-
---------------

સામાન્ય રીતે તરબુચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા આવશ્યક છે. આ માટે ઈથેફોન પ૦ થી ૧૦૦ મિ.ગ્રા./ લિટર અથવા જીબ્રેલિક એસિડ રપ મિ.ગ્રા. / લિ. નું દ્રાવણ બનાવી બે છંટકાવ (બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમું પાન નિકળે ત્યારે) કરવાથી માદા પુષ્પોનો વધારો કરી અને ઉત્પાદન વધારે મેળવી શકાય છે.

લણણી:-
---------

તરબુચના ફળની પરિપકવતા માટે નીચેના મુદ્રાઓ ધ્યાનમાં લેવા.
- પ્રકાડને છેડે તણાવો સુકાવા માંડે.
- ફળને આંગળીના ટકોરો મારતાં ભાતુ જેવો રણકાર આવે તો ફળ અપરિપકવ છે જયારે ઘેરો- બોદો અવાજ આવે તો તે ફળ પરિપકવ છે.
- જમીનને અડકેલ ફળના ભાગની છાલનો રંગ ફળ પરિપકવ થતા સફેદમાંથી બદલાઈ પીળાશ પડતો થાય છે.
- ફળનાં ડીંટા આગળ લાગેલ વેલો લીસો અને બિલકુલ રૂવાટી વગરનો દેખાય તો તરબુચ પાકી ગયુ છે તેમ માની શકાય.

ઉત્પાદન:-
---------

તરબુચનો પાક ૮પ થી ૯૦ દિવસનો છે. તેમાં ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે. હાઈબ્રીડ તરબુચની ખેતીમાં કુલ ૬પ હજારનો ખર્ચની સામે ચોખ્ખો નફો ૧.૧૦ લાખ જેટલો મળે છે. જો ખેડૂત તરબુચની ખેતીમાં વધારે કાળજી રાખીને કરે તો ઘણો નફો મેળવી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.