(૧) આશાહી યામાટો:
----------------
આ જાપાનીઝ જાત છે, જેના ફળ ૬ થી ૭ કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. છાલ આછા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે.
(ર) સુગર બેબી:
-------------
તરબૂચની આ અમેરિકન જાત સૌથી વધુ પ્રચલિત છે જેના ફળ ૩ થી ૪ કિ.ગ્રા. વજનમાં ગોળાકાર થાય છે. છાલ ભુરાશ પડતા ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે.
(૩) અર્કા જયોતિ:
---------------
તરબૂચની હાઈબ્રિડ જાત છે જેના ફળ ૬ થી ૭ કિ.ગ્રા. વજનના ગોળાકાર થાય છે. છાલ લીલા રંગની અનેઉપર ગાઢા લીલા રંગના પટ્ટા હોય છે આ જાત ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બેંગ્લોરથી બહાર પાડવામાં આવેલ છે.
(૪) મધુ:
---------
તરબૂચની હાઈબ્રિડ જાત છે જેનાં ફળ ૮ થી ૧૦ કિ.ગ્રા. વજનનાં લેબગોળ થાય છે. છાલ ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે.
(પ) મિલન:
----------
આ હાઈબ્રિડ જાતના ફળ લંબગોળ થાય છે જેનું સરેરાશ વજન ૮ કિ.ગ્રા. હોય છે. ફળની છાલ આછા લીલા રંગની અને ગર્ભ લાલ રંગનો હોય છે. ફળની છાલ કઠણ હોય દૂરના બજારમાં સહેલાઈથી મોકલી શકાય.
આ ઉપરાંત ખાનગી કંપની અને સંસ્થા દ્રારા તરબૂચની ઘણી જાતો બહાર પાડવામાં આવેલ છે. જેમાં નોનયુ કંપનીની ઘણીબધી હાઈબ્રીડ જાતોનો વાવેતર ખેડૂતો કરતા થયા છે. ખેડૂતમિત્રોને તરબૂચની કોઈ પણ જાત પોતાના ખેતરમાં થોડા વિસ્તારમાં વાવી ચકાસણી કરી પછી વધારે વિસ્તારમાં વાવેતર કરવાની સલાહ છે.