ખાતર વ્યવ્સ્થાપન :
-----------------
રેતાળ જમીનમાં જમીન તૈયારી વખતે હેકટર દીઠ ૩૦૦ થી ૪૦૦ કિવન્ટલ જેટલું સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર જમીનમાં નાખીને બરાબર ભેળવી દેવું. છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરો ખામણા દીઠ આપવામાં આવે તો ખાતરનો બગાડ થતો અટકાવી શકાય છે. ખામણા દીઠ ૧૬ ગ્રામ નાઈટ્રોજન ૧૦ ગ્રામ ફોસ્ફરસ અને ૧૦ ગ્રામ પોટાશ યુકત ખાતરો આપવા જોઈએ જેથી ઉત્પાદન વધુ મેળવી શકાય છે. વાવણી પહેલાં ૩૦ સે.મી. × ૩૦ સે.મી. × ૩૦ સે.મી. ના ખાડા તૈયાર કરવા. તેમાં બરાબર કોહવાયેલુ છાણિયુ ખાતર ૪ કિ.ગ્રા. માટી સાથે મિશ્ર કરી નાખવું. તે ખાડામાં ૩ર ગ્રામ યુરિયા અથવા ૮૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૬ર ગ્રામ સિંગલ સુપર ફોસ્પફેટ અને ૧૬ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ એ બધુ જ માટી સાથે મિશ્ર કરી ખાડામાં નાખવું. આ પ્રમાણે તૈયાર થયેલ દરેક ખામણામાં બે અથવા હાઈબ્રીડ બિયારણ હોય તો એક બીજ થાણવાં બીજના જલદી અને એક સરખા માટે થાણતાં પહેલા બીજને ર૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખી ત્યારબાદ વાવવા.
ખાતરની ગણતરી :- (ર×૧ મીટરના અંતર માટે)
------------------------------------
ક્રમ હેકટર દીઠ તત્વો/ કિ.ગ્રા/હે. કયુ ખાતર કેટલા પ્રમાણમાં આપવું ખાતર કયારે આપવું
------------------------------------------------------------------------
૧. નાઈટ્રોજન -પ૦ ૧૧૦ કિ.ગ્રા. હે. યુરિયા વાવણી વખતે પાયામાં
ફોસ્ફરસ- પ૦ ૩૦૦ કિ.ગ્રા હે. એસ.એસ.પી
પોટાશ - પ૦ ૮૦ કિ.ગ્રા. હે. મ્યુરેટ ઓફ પોટશ
ર. નાઈટ્રોજન -રપ પપ કિ.ગ્રા. હે. યુરિયા અથવ ૧રપ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ વાવણી બાદ ૩૦ દિવસે
૩. નાઈટ્રોજન -રપ પપ કિ.ગ્રા. હે. યુરિયા અથવ ૧રપ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે
જો વાવણી જોડિયા હાર પધ્ધતિથી કરવામાં આવે તો તેમાં પોટાશ અને ફોસ્ફરસ ઉપર મુજબ લેવું પણ નાઈટ્રોજન યુકત ખાતર ૧પ૦ કિ.ગ્રા. આંપવું જેમાં ૭પ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી વખતે ૩૭.પ કિ.ગ્રા. વાવણી બાદ અને બીજદ ૩૭.પ કિ.ગ્રા. ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે આપવો.
હાઈબ્રીડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે ખાતરનો જથ્થો ૧૦૦-૧રપ-૧૦૦ ના.ફો.પો. કિલો/હે. પ્રમાણે આપવું.જો જમીનમાં નિમેટોડસ(કૃમિ) નો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતમાં ખાડામાં કાબોફયુરાન દવા હેકટરે ૧ર કિલો પ્રમાણે આપવું.
ફુલ આવે ત્યારે કેલશીયમ નાઈટ્રેટ ર ગ્રામ / લિટર અને વેલા ઉગી ગયા બાદ ૧પ-ર૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ર ગ્રામ / લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શયમ ૧ ગ્રામ / લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય.