Navsari Agricultural University
જમીન અને જમીનની તૈયારી:
-----------------------

તરબૂચની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેમાંય નદીના પટની રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન વિશેષ્ા મળે છે. ગોરાળુ જમીનમાં પણ સફળતાપૂર્વક આ પાક લઈ શકાય છે. જે જમીનની નિતાર શકિત સારી હોય ત્યાં આ પાક થઈ શકે. આ પાકના વાવેતર માટે જમીનને બરાબર ખેડી તૈયાર કરવી. ત્યારબાદ રોટાવેટરથી જમીનનો બરાબર ખેડવી. જમીનની તૈયારી વખતે પાયાના ખાતરો જમીનમાં આપી બરાબર ભેળવી દેવા.

તરબૂચનું વાવેતર ભારતમાં દરેક પ્રદેશમાં થાય છે. તરબૂચ્ા આશર્ીવાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગરજ સારે છે જેથી તરબૂચને રણનું અમૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પાકના ફળમાં લોહતત્વનું પ્રમાણ સવિશેષ્ા હોય છે. તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. આમ આ પાક ઉનાળામાં થતો હોવાથી ઉનાળાની ગરમીમાં ફળ તેની ગરજ સારે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.