Navsari Agricultural University
વાવણી સમય અને પદ્ધતિ :
--------------------

સામાન્ય રીત તરબૂચની વાવણી જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી માંડીને માર્ચની આખર સુધીમાં કરી શકાય છે જયારે શિયાળાની ઋતુમાંફળ મેળવવા માટે કે જયારે સારા બજારભાવ મળે તે માટે ખેડૂત મિત્રોએ વરસાદ પૂરો થાય કે તરત સપ્ટેમ્બરથી ઓકટોમ્બરના અંત સુધીમાં તરબૂચનું વાવેતર કરવું જેથી તેને પપ દિવસ સુધી ગરમી મળે જેથી તરબૂચનો વાનસ્પતિક વિકાસ થઈ જાય પછી ઠંડી પડે તો પણ એના ફળના વિકાસ માટે કંઈ વાંધો આવતો નથી.

તરબૂચ જાન્યુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીહાઉસ ટનલ બનાવી તેમાં રાખી એક માસ ત્યાં ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં કોથળી તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો પાક ૩૦ થી ૪૦ દિવસ વહેલો મળે જેથી બજારભાવ સારા મળે.

જમીનની પ્રત અને તેની ફળદ્રુપતાને ધ્યાને રાખીને તરબૂચનું ર મીટર × ૧ મીટરનાં અંતરે વાવેતર કરવું અથવા જોડિયા હાર પધ્ધતિથી ૧ મીટર × ૦.૬ મીટર × ૩.૪ મીટરના અંતરે (દરેક હારમાં બે છોડ વચ્ચે ૧ મીટર, બે હાર વચ્ચે ૩.૪ અંતરે) વાવણી કરવી. ટૂકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફળો કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ર.પ થી ૩.૦ કિ.ગ્રા. બીજ એક હેકટરના વાવેતર માટે જરૂરી છે. બીજને વાવણી કરતા પહેલા ફુગનાશક દવાની બીજ માવજત આપવી. હાઈબ્રીડ જાતનું વાવેતર કરવું હોય ત્યારે હેકટરે પ૦૦ ગ્રામ બિયારણની જરૂર પડે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.