Navsari Agricultural University
જયારે જર્બેરાના છોડની રોપણી કરવામાં આવે, ત્યારે છોડનો મુખ્ય મધ્યભાગ ૧-ર સે.મી. જમીનની સપાટીથી ઉપર રાખવો જોઈએ. જયારે મૂળનો વિકાસ થાય ત્યારે તેઓ તેમને જમીનની અંદર ખેંચે છે. તેથી આ ભાગ ઉપર તરફ રાખવો જોઈએ. વળી, આ રીતે રોપણી ન કરવાથી છોડનો મધ્ય ભાગ જમીનના સંપર્કમાં આવવાથી થડના કોહવારાનો રોગ આવવાની શકયતાઓ રહેલી છે. સામાન્ય રીતે ત્રિકોણાકારે આ છોડની રોપણી બેડ ઉપર કરવામાં આવે છે. બે હરોળ તેમજ છોડ વચ્ચેનું અંતર ૩૦ સે.મી. રાખવામાં આવે છે. છોડ રોપ્યા બાદ ભેજનું પ્રમાણ ૮૦-૯૦ ટકા જેટલું ૪-૬ અઠવાડિયા સુધી જાળવવું જોઈએ. જેથી છોડમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તેમજ મૂળનો વિકાસ ઝડપથી થશે. 'વધારે પાણી જર્બેરાના છોડને આપવું નહી.'






� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.