જર્બેરાના સારા ઉત્પાદન માટે પુષ્કળ પ્રમાણમાં સેન્દ્રીય પદાર્થો તેમજ પોષક તત્વો જરૂરી છે. સારામાં સારા પરિણામ માટે થોડી માત્રામાં ટુંકા ગાળે ખાતર આપવું જોઈએ. જેથી પાકની જરૂરીયાત સારી રીતે પૂરી થઈ શકે છે. સુક્ષમ પોષક તત્વો એક અઠવાડિયે અથવા પંદર દિવસે તેમજ ઉણપ દેખાય તે પ્રમાણે આપવા. જમીન અથવા માધ્યમનું પૃથ્થકરણ ર થી ૩ મહિનામાં કરાવવું જોઈએ, જેથી પોષક તત્વોની ઉણપનો ખ્યાલ આવે છે. જયારે તમે ગ્રીનહાઉસમાં દાખલ થાવ ત્યારે તમારા છોડ તેમજ ફૂલો તંદુરસ્ત દેખાવા જોઈએ.