નિયમિત સુકા અને નુક્શાન પામેલ પાંદડા વણી તેનો નિકાલ કરતા રહેવુ જોઈએ. બેડમા લાંબા ગાળે સેવાળ ઉગવાને લીધે હવાની અવરજવર અવરોધાય છે, માટે નિયમિત હલકો ગોડ મારતા રહેવું. તાપમાન વધારે હોય ત્યારે ફોગર ૪-પ સેકન્ડ માટે થોડા થોડા સમયે ચલાવવા. તેમજ ઉનાળામાં જ્યારે તાપમાન વધારે હોય ત્યારે બેડ ઉપર પાઈપ વડે પાણી મુક્વુ જેથી ભેજ જળવાય રહે.