Navsari Agricultural University

શેરડીની ભીંગડાવાળી જીવાત:

શેરડીની ભીંગડાવાળી જીવાત:
---------------------

માદા કીટક અંડાકાર, પીળાશ પડતા રંગની અને પાંખવગરની હોય છે. તેનું શરીર ગાઢા ભુખરા અથવા કાળા રંગના જાડા ભીંગડાથી ઢંકાયેલુ રહે છે. નર કીટક નાનું અને એક જોડી પાંખ ધરાવે છે. બચ્ચાં પીળાશ પડતા રંગના હોય છે.

ભીંગડાવાળી જીવાતનો ઉપદ્રવ આંતરગાંઠો પર જોવા મળે છે અને ધીમે ધીમે આખા સાંઠા પર ફેલાય છે. બચ્ચાં અને માદા કીટક પાનના આવરક પર્ણતલ નીચે સુરક્ષિત રહે છે અને સાંઠામાંથી રસ ચુસીને નુકસાન કરે છે. આ જીવાતના ઉપદ્રવથી સાંઠા ચીમળાઈ જાય છે અને ઠીંગણો રહે છે. ઉપદ્રવને કારણે ખાંડની ટકાવારીમાં પણ ઘટાડો થાય છે. શેરડીના રસની શુધ્ધતા અને ગોળની ગુણવત્તા પર પણ માઠી અસર થાય છે.

સંકલિત વ્યવસ્થાપન:
---------------

o આ જીવાતનો ઉપદ્રવ ઘટાડવામાં કીટકમુકત શેરડીના કટકા બિયારણ માટે પસંદ કરવા.
o પાકની રોપણીના છ મહિના બાદ આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો છોડની નીચેની ચાર થી પાંચ આંતરગાઠોની પતારી કાઢી નાંખવાથી ઉપદ્રવની માત્રામાં ઘટાડો કરી શકાય.
o શેરડીની ભીંગડાવાથી જીવાત પર નભતા પરભક્ષી કીટકો જેવા કે કાયલોકોરસ નીગ્રીટસ, ફેરોસાયમ્નસ હોર્ની થી આ જીવાતનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ થતું જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવ વખતે ઉપરોકત પરભક્ષી દાળીયા જોવા મળે તો જંતુનાશક દવાઓના છંટકાવ મુલત્વી રાખવો જોઈએ.
o ભીંગડાવાળી જીવાત અને ચીકટોના રાસાયણિક નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવાથી સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. વેધકોના નિયંત્રણ માટે દાણાદાર દવાઓનો ઉપયોગ કર્યો હોય તો આ જીવાતોનું નિયંત્રણ પણ થઈ શકે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.