ઉગસૂકનો રોગ :-
રોગ પ્રેરક :-
આ રોગ બીજ જન્ય તેમજ જમીન જન્ય રોગ છે ૩૧ થી ૩પ૦ સે ઉષ્ણતામાન આ રોગને વધારે માફક આવે છે. પરંતુ ૧૩ થી ૧૬ % જમીનના ભેજમાં તે ટકી રહે છે.
રોગના લક્ષણો :-
આ રોગ એસ્પરજીલસ નાઈનર નામની ફૂગથી થાય છે. જે ફુગનું પ્રમાણ જમીનમાં વધુ હોય અથવા તો બીજની સપાટી ઉપર હોય અને જમીનમાં ભેજ ઓછો હોય તો બીજ સ્ફુરણ થયા પહેલા સડી જાય છે. આવા બીજ બહાર કાઢી જોવામાં આવે તો કાળા કલરના બીજાણુઓ તેના પર છવાયેલા જોવા મળે છે આને આગોતરો સડો કરે છે. બીજ નું સ્ફુરણ થઈ ગયા બાદ છોડના બીજ પત્રો પર કાળી ફુગ દેખાય છે તેમજ દોઢ માસ સુધી આ ફુગના વિકાસને કારણે જમીનની સપાટીએ છોડના થડમાં સફેદ તાતણાઓ પ્રવેશ કરે છે. પ્રથમ કથ્થાઈ ત્યાર બાદ કાળા ચાંઠા પડે છે તે જગ્યાએ છોડ તુટી જઈ ડાળીઓ અને પાન સાથે છોડ સુકાઈ જાય છે અને થડથી છોડ ભાંગતા ઉપરની છાલ નીચે કાળા કલરના અસંખ્ય બીજાણુઓ છવાયેલા જોવા મળે છે. આ રોગને પાછતરો સુકારો કહેવાય છે.
નિયંત્રણ :-
૧. સારી ગુણવત્તાવાળા ગુલાબી રંગના, નુકશાન રહીત અને રોગ મુકત બીજ વાવેતરનાં ઉપયોગમાં લેવા.
ર. મગફળીના બીજ ભેજ મુકત વાતાવરણમાં રાખવા .
૩. મગફળી ઉપાડયા બાદ એક અઠવાડિયા સુધી સુર્યતાપમાં સુકાયા પછી જ ડોડવા છુટા પાડીને ભેજ રહિત જગ્યાએ સંગ્રહ કરવો. જેથી ફુગનો રોગ લાગે નહિ.
૪ બીજને ૩ થી ૪ ગ્રામ, ૧ કિલો દાણાના પ્રમાણમાં કોઈ પણ એક ફુગનાશક દવા જેવી કે મેન્કોજેબ કે કેપ્ટાન કે થાયરમ કે ટેબ્યુકોનેઝોલ ર% પાવડર (૧.રપ ગ્રામ) નો પટ આપીને વાવેતરમાં ઉપયોગ કરવો.
પ ટ્રાઈકોડમર્ા હારજીયાનમ અથવા ટ્રા.વીરીડી ૪ ગ્રામ /કિ. દાણા સાથે અને ૧.પ કિ. લીંમડા અથવા એરંડાના ૩૦૦ કિલોગ્રામ ખોળ / ૧ હેકટરે ભેળવી ચાસમાં વાવતી વખતે આપવુ.
૬ રોગ યુકત છોડવાઓ ઉપાડી લઈ તે જગ્યાની જમીન દાબી દેવી અને છોડવાઓનો બાળીને નાશ કરવો તેમજ ખાતરની ખાડમાં ફરી ન જાય તેની તકેદારી ખાસ રાખવી.
૭ આંતર ખેડ વખતે છોડનેે નુકશાન ન થાય તે જોવુ.
ઉગસૂકનો રોગ