મુળ ગાંઠના કૃમિરોગ પ્રેરકો :-
આ કૃમિ (મેલોઈડોગાઈની એરેનેરીયા) મગફળી ના મુળની ગાંઠ સાથે પુખ્ત માદાની સાથે અસંખ્ય (ર૦૦ થી પ૦૦) ઈંડાઓ હોય છે. જે જમીનમાં ઉમેરાય છે. અને સાંતી, બળદની ખરી અને માણસોના પગ અને બુટ મારફતે એક જગ્યાએ થી બીજી જગ્યાની જમીનમાં ફેલાય છે. તેમજ આને રપ થી ર૮૦ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન અને ૪૦ થી ૮૦ ટકા ભેજ વધુ અનુકુળ આવે છે. સદરહુ છોડના મુળ ગાંઠ કૃમિ બીજા વષ્ર્ાની મગફળીના પાકમાં વધારે અસર કરતા હોય છે.
રોગના લક્ષાણો :-
કૃમિગ્રસ્ત મગફળીના મુળમાં મુળ ગાંઠ થઈ જાય છે. આ કૃમિ થી મુળ જાડા ફુલેલ બને છે. પણ પોષ્ાક તત્વો કૃમિ લઈ લેતા હોવાથી છોડ ઠીંગણો રહે છે. પાન નાના અને પીડા પડી જાય છે. ઘણી વખતે ડોડવા પણ અસરગ્રષ્ત થઈને ઉપસેલા ભાગ દેખાય છે અને કાળા પડી જઈ સડે છે પરીણામે ઉત્પાદન ઘટે છે.
નિયંત્રણ :-
૧. ઉનાળાનાં એપ્રીલ મહિનામાં ઉંડી ખેડ કરીને ૧પ૦ એલ.ડી.પી.ઈ. પારદર્શક પ્લાસ્ટીક શીટ અસર ગ્રસ્ત ભાગમાં ઢાંકવી અને ફરતી માટી વાળી દેવી આ પ્રકિ્રયા ૧પ મે સુધી રાખવી .
ર. મગફળી વાવતા પહેલા લીંબોળી કે એરંડાનો ખોળ હેકટરે ૧૦૦૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં ભેળવી આપવો.
૩. કાબર્ોફયુરાન ૩ જી ૩૩ કિલો/હે. ચાસમાં વાવતી વખતે આપવુ હિતાવહ છે.