Navsari Agricultural University

વહેલા પાનના ટપકા

રોગ પ્રેરકો :-

છોડના અવશેષ્ાો જેવાકે પાન, ડાળી, ડોડવા કે ફોતરામાં તેમજ જમીનમાં સરકોસ્પોરા એરેસીડીકોલા નામની ફૂગ હોય તેનાથી આ રોગ થાય છે. આ જાતની ફુગને રપ થી ૩૦ સેન્ટીગ્રેડ અને ૮૦ % થી વધારે ભેજનુ પ્રમાણ વધારે માફક આવે છે. તેમજ આ જીવાણુઓ હવા દ્રારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરે છે.

રોગના લક્ષણો :-

બીજ વાવ્યા પછી લગભગ ૩૦ દિવસે પાનની સપાટીએ ગોળ કે અનિયમિત આકારના ભૂખરા ટપકા જોવા મળે છે. ટપકા ૧ થી ૧૦ મી.મી. વ્યાસ સુધીના હોય છે. આ ટપકા ફરતે પીળી કિનારી હોય છે.


મોડા લાગતા પાનના ટપકા

રોગ પ્રેરકો :-

આ રોગ ફેઝીયોસીરીયોસી પરસોનેટમ નામની ફુગથી થાય છે.

રોગના લક્ષાણો :

બીજ વાવ્યા પછી લગભગ ૪૦ દિવસે આ ફુગથી નિયમિત ગોળ વતુળાકારે ધેરા કથ્થાઈ કાળા રંગના ટંપકા પાનની નીચેની સપાટીએ ૧ મી.મી. થી પ મી.મી. વ્યાસ જેટલા હોય છે. આ બંને રોગોના ઉગ્ર સ્વરૂપ હોય ત્યારે ઉપપર્ણ, પ્રકાંડ, સુયા પર પણ લાગે છે અને પાન સૂકાઈ જઈ પ્રકાશ સંશ્લેષ્ાણમાં ખલેલ પડે છે અને ઉત્પાદનમાં ધટાડો થાય છે.

નિયંત્રણ :-

આ બન્ને ટપકાના રોગોના નિયંત્રણ માટે નીચે મુજબ નિયંત્રણના પગલા લેવા.
૧. રોગીષ્ટ છોડના અવશેષ્ાો ખેતરમાંથી વીણી બાળીને નાશ કરવા
ર. મગફળીનો પાક ૩૦-૩પ દિવસનો થાય ત્યારે મેનકોઝેબ ૦.ર ટકા પ્રમાણે (૧૦ લીટર પાણીમાં ર૬ ગ્રામ) , કાબર્ેન્ડાઝીમ ૦.૦રપ ટકા દવા (૧૦ લીટર પાણીમાં પ ગ્રામ) અને મેન્કોઝેબ (ઉપર મુજબ) એમ ત્રણ છંટકાવ કરવા અથાવ કલોરોથાલોનીલ ૦.ર % અથવા હેકઝકોનાઝોલ ૦.૦૦રપ ટકા (૧૦ લીટર પાણીમાં પ એમ.એલ.દવા) અથવા લીમડાના તાજા પાનનો રસ /લીબોળીના બીજનો અર્ક ૧ ટકા દ્રાવણનો ૩૦ , ૪પ અને ૬૦ દિવસે છંટકાવ કરવાથી કીટકો અને ટીકકા નુ નિયંત્રણ થાય છે.
૩ બાજરાનો પાક અને મગફળી ૧:૩ ના પ્રમાણમાં આંતરપાક તરીકે લેવાં.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.