રોગ પ્રેરક:
----------
આ રોગની રોગકારક ફુગ જીવીત છોડની પેશીઓ તેમજ તેના ભાગો જેવાકે થડ, પાન ડાળી સાથે હોય છે. તેમજ આ ફુગના સ્કેરોશીયા (પેશીઓ) જમીનમાં રહે છે. જમીન અને વરસાદથી ફેલાય છે. જમીનમાં ૪૦ થી પ૦ % ભેજ સાથે ર૯ થી ૩ર સે ઉષ્ણતામાન હોય તો આ રોગને વધારે માફક આવે છે.
રોગના લક્ષણો:
--------------
આ રોગ, સફેદ ફુગના નામે ઓળખાય છે. આ ફુગની રાઈના દાણા જેવી પેશીઓ ઉપરોકત હવામાન મળતા જમીન. લગો લગ છોડના થડ સાથે સફેદ તાંતણાના રૂપમાં ફેરવાઈ જઈ ફરી વળે છે. આ સફેદ ફુગ થડ પર, ડાળીઓ પર, પાન પર ફેલાઈ જાય છે જયાં થોડા સમય પછી સફેદ પેશીઓ બને છે અને અંતે રાયની દાણા જેવી ભૂખરી કાળી બને છે. જમીનનો ભેજ ઓછો થતા આ ફુગ ડોડવા અને મૂળનેે લાગે છે અને ડોડવા સડી જાય છે. આવો અસરગ્રસ્ત છોડ સુકાઈ જાય છે. મગફળી પાકવાની અવસ્થાએ આ રોગ ઉગ્ર હોય છે.
નિયંત્રણ :-
----------
૧. સંપૂર્ણ સડી ગયેલા જ સેન્િદ્રય ખાતરનો ઉપયોગ કરવો.
ર. ઉનાળામાં ઉંડી ખેડ કરી આગલા પાકના રોગના અવશેષ્ાો વીણી લઈ બાળી નાશ કરવો.
૩. મગફળી વાવ્યા બાદ સમાર મારવો તેમજ ર થી ૩ જ આંતર ખેડ કરવી અને પાળા ચડાવવા નહિ પરંતુ જમીન કઠણ રાખવી.
૪. ઉભા પાકમાં રોગીષ્ટ છોડ ઉપાડી જમીન દાબી દેવી.
પ. ટપકાના રોગથી પાન ખરી જતા હોઈ તેના પર આ ફુગનો વિકાસ વધારે થાય છે તેથી તેના નિયંત્રણ માટે મન્કોઝેબ (ર૬ ગ્રામ / ૧૦ લી. પાણી )કે કાબેન્ડાઝીમ (૧૦ ગ્રામ/૧૦ લી.પાણી) નો યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવો.
૬. બિયારણનો દર ૧૦૦ થી ૧૧૦ કિલોગ્રામ /હેકટર પ્રમાણે રાખવો.
૭. પાકની ફેરબદલી, જુવાર કે મકાઈ કે ઘંઉના પાક સાથે કરવી.