ગેરૂરોગ પ્રેરકો :-
આ ફુગ(યુરેડીયોસ્પોર) હવા, વરસાદ અને કિટકો દ્રારા ધણા અંતરે ફેલાય છે. આ રોગને ર૦૦ સે ઉષ્ણતામાન વધારે માફક આવે છે.
રોગના લક્ષાણો :-
રોગની શરૂઆતમાં પાની નીચેની સપાટી પર ટાંચણીના માથા જેવડા નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકા દેખાય છે. અને આ ટપકાની બરાબર ઉપરની સપાટી પીળી પડે છે. વખત જતા આવા ગેરૂના ટપકા પાનની ઉપરની સપાટી અને રોગ ઉગ્ર સ્વરૂપે હોયતો છોડની દાંડી પર પણ આવા ટપકાં જોવા મળે છે આ રોગને કારણે દાણા પુરા ભરાતા નથી અને ગુણવત્તા નબળી રહે છે.
નિયંત્રણ :-
નિયંત્રણ ટીકકાના રોગ મુજબ લેવુ તેમજ વધારામાં મગફળીના અરોડાનો નાશ કરવો. તદ ઉપરાંત ટેબ્યુકોનેઝોલ રપ% દ્રાવ્ય પ-મિલી ૧૦ લી. પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો.