રોગ પ્રેરક:
મગફળીના સંગ્રહ વખતે જો ડોડવા અને દાણામાં ભેજ ૮%થી વધારે હોય અને તેને વાવેતરના ઉપયોગમાં લેવામાં આવે તો એસ્પરજીલસ ફલેવસ ફુગનો વિકાસ સંગ્રહ કરેલ ડોડવા અને દાણામાં થાય છે.
રોગના લક્ષણો :-
અફલારૂટ રોગને કારણે છોડ ઠીંગણો રહી જાય છે. પાન લાંબા અણીવાળા અને સામાન્ય કરતા ઘણા નાના રહે છે. આ ફુગને કારણે ધણી વખત સુયા ઓછા બેસવાને કારણે ડોડવા પણ બહુજ ઓછા કે બેસતા જ નથી હોતા અને અંતે બે મહિના માં છોડ જીવંત રહી સુકાઈ જાય છે. દાણામાં અફલાટોકસીન નામનું ઝેર ઉત્પન્ન થાય છે જે મનુષ્ાયમાં કેન્સર, હેપેટાઈસ-બી અને આનુવંશીક ફેરફારથી ભીયંકર બિમારી પેદા કરે છે. આવા અસરગ્રસ્ત દાણામાં તો આફલા ટોકસીન ૪ પી.પી.બી. કરતા ઓછો હોવો જોઈએ તેથી વધારે હોયતો બહારના દેશોમાં આવા બીજ (ડોડવા) મોકલી શકાતા નથી.
નિયંત્રણ :-
૧. વાવણી વખતે ઈજા પામેલા, ફુગવાળા, પીળા અને કાળા કલરનાં બીજોને અલગ કાઢી નાખી તંદુરસ્ત દાણાનો જ ઉપયોગ કરવો.
ર. ટેબ્યુકોનેઝોલ ર% પાવડર (૧.રપ ગ્રામ) નો પટ આપીને વાવેતરમાં ઉપયોગ કરવો.
૩. મગફળીનાં ડોડવા ને ઈજાન થાય તે રીતે આંતર ખેડ અને નીંદામણ કરતી વખતે સાવચેતી રાખવી.
૪. મગફળીના ચાસમાં વાવતી વખતે ૩૦૦ કિલોગ્રામ એરંડાનો ખોળ તેમજ ૧.પ કિલોગ્રામ ટ્રાઈકોડમર્ાં હરજીયાનમનું જીવંત કલ્ચર લઈ બરાબર કેળવી ચાસમાં આપવું
પ. પુરુ સડેલુ ગળતિયુ ખાતર જ વાવવાનાં ઉપયોગમાં લેવુ.
૬. મગફળી ઉપાડતી વખતે ડોડવા ખેતરમાં તુટીને રહી જાય છે. જેનો ઉપયોગ વાવેતરમાં ન કરવો.
૭. મગફળી ઉપાડીને નાના પાથરા બનાવીને ખેતરમાં સૂર્યતાપમાં ૭ થી ૮ દિવસ સુધી સુકવીને ૮ % ભેજ રહે તે રીતે પડયા રહેવા દઈને ધૂળ સાફ કરેલા ડોડવા નો સંગ્રહ કરવો.
૮. સૂર્યતાપમાં તપાવેલા બારદાનમાં ડોડવા ભરવા અને મગફળીનુ પરિવહન કરતાં વાહન તથા સ્ટોર તદન સાફ અને સુકા હોવા જોઈએ.
૯. પાક ફેર-બદલી કરવી.