NAU Logo

વિસ્તરણ શિક્ષણ વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી

ડાંગરની નિષ્ણાંત પ્રણાલી

ડાંગરમાં જૈવિક ખાતરો

જમીનમાં કુદરતી રીતે જ ઘણા પ્રકારના સૂક્ષમ જીવાણુઓ રહે છે જે વનસ્પતિને ખૂબ ફાયદાકારક હોય છે. આવા જીવાણુઓ હવામાંના નાઈટ્રોજનને સ્થિર કરવાનું કે જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે અથવા સેન્દ્રિય પદાર્થને કોહડાવવામાં મદદ કરે છે. આમ, સૂક્ષમ જીવો (જીવાણુ, ફૂગ, બેકટેરીયા વગેરે.) જમીનમાં પોષકતત્વોને ઉમેરીને અથવા જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવીને ખાતરના સ્ત્રોત તરીકે કાર્ય કરે તેને જૈવિક ખાતર અથવા અંગ્રેજીમાં “બાયોફર્ટીલાઈઝર” કહેવામાં આવે છે.

જૈવિક ખાતરો જુદાજુદામાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર, બ્લુ ગ્રીનઆલ્ગી તથા અઝોલા પર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય બનાવતી વિશિષ્ટ શકિત ધરાવતી સૂક્ષ્મ જીવાણુઓની પ્રજાતિઓને અલગ તારવી, તેની પ્રયોગશાળામાં મોટા પાયે વૃધ્ધિ કરી વેચવામાં આવે છે.

જૈવિક ખાતરો જમીનમાં આપવાથી જમીન કે પાક ઉપર આડઅસર થતી નથી, પરંતુ તેનાથી પોષકતત્વોની લભ્યતામાં વધારો થવાથી છોડ તેને સરળતાથી લઈ શકે છે. જૈવિક ખાતરો કુદરતી, પ્રદૂષણમુકત અને પ્રમાણમાં સસ્તા હોય છે. તેના ઉપયોગથી મોંઘાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી ખેતીખર્ચમાં ઘટાડો કરી ખેતીવ્યવસાયને નફાકારક બનાવી શકાય છે. તેની સાથે સાથે જમીનમાં સૂક્ષમ જીવોની સંખ્યા, વૃધ્ધિ અને કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. તેનાથી જમીન તંદુરસ્ત બનતા તેની ફળદ્રુપતા તથા ઉત્પાદકતામાં વધારો થઈને લાંબા સમય સુધી ટકી રહે છે.

આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્યતા :

  • જૈવિક ખાતર પ્રતિ હેક્ટર ૨૦-૫૦ કિલો નાઇટ્રોજન સ્થિર કરે છે અને ૩૦-૫૦ કિલો ફૉસ્ફરસ દ્રાવ્ય કેએઆરઆઇ શકે છે.
  • જમીનની સ્તર રચના, પી. એચ. સુધારી જમીનને ફળદ્ધ્ર્રુપ અને જીવંત બનાવે છે.
  • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે.
  • તેના વપરાશથી પાક ઉત્પાદન ૧૦-૧૫ ટકા વધે છે.
  • રસાયણિક ખાતરોની આડઅસર ધટે છે.
  • વાતાવરણનું પ્રદૂષણ ઘટાડે છે અને ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
  • જૈવિક ખાતર કિંમતમાં સસ્તા, બિનઝેરી અને વપરાશમાં સરળ છે.
  • બાયોફર્ટિલાઈઝર એ રસાયણિક ખાતરનું પૂરક છે, પર્યાય નથી.
  • જેઇ જમીનમાં સેધ્ર્રિય તત્વ વધારે હોય ત્યાં બાયોફર્ટિલાઈઝરનો પ્રતિભાવ સારો મળે છે.
  • આપતી વખતે જમીનમાં પૂરતા પ્રમાણમા ભેજ હોવો જરૂરી છે.
  • બાયોફર્ટિલાઈઝર એ નિદોર્ષ, કુદરતી સજીવ ખાતર છે. જેથી પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે.
  • બાયોફર્ટિલાઈઝર સજીવ ખાતર હોઈ તેના દરેક ગ્રામ/મિ.લિ. દીઠ આશરે ૫-૧૦ કરોડ જીવંત બેક્ટેરિયા આવેલા હોય છે.