પાક ની અગત્યતા:
---------------
મરચાં એ એક અગત્યના શાકભાજીનો પાક છે. તાજા લીલા મરચાં શાકભાજી તરીકે તથા લાલ સૂકા મરચાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટ ફૂડ), અથાણાં વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચાંમાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચાંમાં ગેસની તકલીફ અને સાંધાનો દુ:ખાવો દૂર કરવાના ઔષધીય ગુણો પણ રહેલા છે.
વિશ્વમાં મરચાંની ખેતી કરનાર મુખ્ય દેશો ભારત, મલેશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ચીન, આફિ્રકન દેશો, કેરેબિયન ટાપુઓ અને મેકિસકો છે. ભારતમાં મરચાંની ખેતી પ્રતિ વષે સરેરાશ ૮ થી ૯ લાખ હેકટરમાં કરવામાં આવે છે જે પૈકી ૬પ થી ૭૦% વિસ્તાર એકલા આંધ્રપ્રદેશમાં આવેલ છે. ગુજરાતમાં સરેરાશ ર૮ થી ૩૦ હજાર હેકટરમાં મરચાંની ખેતી કરવામાં આવે છે, આ પૈકી ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં સૂકા લાલ મરચાં માટે અને મધ્ય તેમજ દક્ષિાણ ગુજરાતમાં લીલા મરચાં માટે ખેતી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં મરચાંની ખેતી કરવામાં આવે છે.