Navsari Agricultural University
ખેતી કાર્યો:
----------

• આ પાકની ફેરરોપણી પહેલાં ધરૂ છોડને ધરૂવાડિયામાં જ ડાયમીથોએટ અથવા ટ્રાઈઝોફોસ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
• ધરૂ/છોડની ફેરરોપણી બાદ વરસાદ ન હોય તો જરૂર પ્રમાણે હળવું પાણી આપવું ભરાયેલ વધારાના પાણીનો નિકાલ કરવો.
• ઉભા પાકમાં જરૂરિયાત મુજબ આંતરખેડ અને નીંદામણ કરવું. નીંદામણ માટે પેન્ડીમીથાલીન (૧ કિ.ગ્રા./હે.) અથવા ઓકઝીડાયઝોન (૦.પ કિ.ગ્રા./હે.) અથવા ફલુકલોરાલીન (૧ કિ.ગ્રા./હે.) નીંદણનાશકનો ભલામણ મુજબ છંટકાવ કરવો.
• પાકની ફેરરોપણી પછી ૧૦-૧ર દિવસે ગામાં પુરવા. મરચી પાકની શરૂઆતમાં વૃધ્ધિ ધીમી હોવાથી એક કરતાં વધારે વખત ગામાં પૂરી શકાય.
• એક ખામણે મરચીના બે છોડ રોપવા અને બે છોડ વચ્ચે પ-૭ સે.મી. અંતર રાખવુ.
• પાકની પૂરતી વૃધ્ધિ થયા પછી છેલ્લી આંતરખેડ વખતે કરબડીના દાઢા પર કાથી વીંટાળી એક તરફી આંતરખેડ કરી છોડના થડમાં માટી ચડાવવી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.