Navsari Agricultural University
ખાતર વ્યવસ્થાપન:
--------------

એક ગૂંઠા ધરૂવાડીયાના વિસ્તાર માટે :
● પ૦ થી ૭૦ કિ.ગ્રા. છાણીયું અથવા ૧૦ કિ.ગ્રા. દીવેલીનો ખોળ
● પ૦૦ ગ્રામ નાઈટ્રોજન (એમોનિયમ સલ્ફેટ ૧.પ કિલો), પ૦૦ ગ્રામ ફોસ્ફરસ (ડીએપી ૧.૦ કિલો) ગાદી કયારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલા પુંખીને પંજેઠી મારી જમીન સાથે ભેળવી દીવું
● બીજના ઉગાવા બાદ ૧પ થી ર૦ દિવસ પછી પ૦૦ ગ્રામ નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું
● ધરૂવાડીયાની જમીનમાં ઝીંક અને લોહતત્વની ઊણપ જણાતી હોય છે માટે એક ગુંઠામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું.
• કાર્બોફયુરાન ૩ જી - ૩૦૦ ગ્રામ
મરચીના છોડની ઉંચાઈ તથા પાનનો વિસ્તાર બોરોનનાં ર થી ૪ પીપીએમનાં છંટકાવથી વધારી શકાય છે. ગુણવત્તાની દષ્ટિએ જોઈએ તો બોરોનની પૂર્તિથી એસ્કોરબિક એસિડ, કેપ્સેસીન અને કલોરોફીલ 'એ', 'બી' તેમજ કુલ કલોરોફીલનું પ્રમાણ વધે છે. મરચીની પોષણ વ્યવસ્થામાં જો પોટેશિયમ અને જસતની પૂર્તિ એક સાતે કરવામાં આવે તો ઉત્પાદનમાં વિશેષ ફાયદો થાય છે.
• સંકલીત ખાતર વ્યવસ્થા (૬પ : રપ : ૧૦)
રાસાયણિક ખાતર (૬પ %)
૧૬૦ - ૮૦ - પ૦ એન. પી. કે., કિ./હે.
૭૦ - ૮૦ - પ૦ પાયામાં
૩૦ - ૦૦ - ૦૦ ફેરરોપણી બાદ ૪પ દિવસે
૩૦ - ૦૦ - ૦૦ ફેરરોપણી બાદ ૯૦ દિવસે
૩૦ - ૦૦ - ૦૦ ફેરરોપણી બાદ ૧૩પ દિવસે
સેન્દ્રિય ખાતર (રપ %) હેકટરે ર૦ થી રપ ટન છાણીયું ખાતર, અથવા ૪ થી ૬ ટન વર્મિ કંપોસ્ટ.
બાયોફર્ટીલાઈઝર (૧૦ %), એઝોટોબેકટર + પીએસબી

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.