ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થા:
-----------------------
• મરચાંની વીણી ર૦-રર દિવસના સમયાંતરે કરવી જેથી લીલા મરચાંનો જરૂરી વિકાસ અને વૃધ્ધિ થાય. કુમળા મરચાંની જાળવણી (સેલ્ફ લાઈફ) ઓછી કરે છે જયારે વધુ પડતા પાકટ મરચાં વીણી કર્યા પછી લાલ થઈ જતા હોય છે.
• ગરમીના દિવસોમાં મરચાંની વીણીનો સમયગાળો ઓછો કરવો.
• વીણી વખતે મરચાં (ફળ)ને ડીંટા સાથે તોડવાથી આવા મરચાંનો જાળવણી સમય (સેલ્ફ લાઈફ) વધારી શકાય.
• મરચાંની વીણી પછી ગ્રેડીંગ કરવું. પાન, ડાળી ડીંટા વગરના મરચાં અને લીલી ઈયળ અને એન્થ્રેકનોઝના નુકશાનવાળા મરચાં વીણી અલગ કરવા.
• વિકસીત, નુકશાન વગરના ડીંટાવાળા મરચાંનું પ્લાસ્ટિકના હવાની અવરજવર થાય તેવા ખાસ કન્ટેનરમાં પેકિંગ કરવું.
• મરચાં વધુ પડતા દબાણ સાથે કન્ટેઈનરમાં ભરવા નહીં તેમજ પાણીનો છંટકાવ કરવો નહીં.
• મરચાંનું પેકીંગ અને લોડીંગ દબાણ સાથે કરવું નહિ.