જમીન અને આબોહવા :
-------------------
સારા નિતારવાળી ૬ થી ૭ અમ્લતાનો આંર ધરાવતી, ફળદ્વુપ, બેસર, ગોરાડું અથવા મધ્યમકાળી જમીન પસંદગી કરવી. જમીનમાં ૧પ થી ર૦ ટન છાણીયું કંમ્પોસ્ટ ખાતર આપી ર થી ૩ ખેડ કરી સમતલ કરવી.
રાબિંગ અથવા સોઈલ સોલરાઝેશન
---------------------------
મે માસમાં પિયત આપી વરાપે જમીન ઉપર ઘાસ, કચરું અથવા બાજરીના ઢૂંસાનો ૩૦ સે.મી. જેટલું આવરણ કરી પવનની દિશાને ધ્યાને રાખી સળગાવવું અથવા પિયત આપ્યા બાદ જમીન ઉપર ૧૦૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક પાથરી તેની ધારને જમીનમાં દબાવી ૧પ દિવસ સુધી રાખી મૂકવુ. રાબિંગ અથવા સોઈલ સોલરાઈઝેશન પ્રક્રિયાથી જમીનમાં રહેલ નુકશાનકારક જમીનજન્ય જીવાણું, ફૂગ, કૃમિ અને નીંદણનું નિયંત્રણ થાય છે. અથવા મરઘાનું ખાતર ર૦ કિ.ગ્રા. દર ૧૦૦ ચો.મીટર પ્રમાણે જમીનમાં ભેળવી તેને ૧૦૦ ચો.મીટર પ્રમાણે જમીનમાં ભેળવી તેને ૧૦૦ માઈક્રોન પારદર્શક પ્લાસ્ટિક ઢાંકી રપ દિવસ રાખવાથી નુકશાનકારક કૃમિનું નિયંત્રણ કરી શકાય છે.
સેન્દ્રિય ખાતરની અવેજીમાં લીલો પડવાશ અથવા દિવેલી ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે આપવા. આ ઉપરાંત સુક્ષ્મતત્વોની ઉણપની અસર જણાય તો પ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ અને ૧પ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ પ્રતિ હેકટર પ્રમાણે જમીન તૈયારી વખતે આપવા આ ઉપરાંત જમીનજન્ય ફૂ્ગ, કૃમિ અને શરૂઆતમાં ચૂસિયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે ૩૦ કિ.ગ્રા. કાર્બોફ્યુરાન ૩ ટકા પ્રતિ હેકટર આપવું.
ટામેટાના પાકને વાનસ્પતિક વૃધ્ધિકાળ દરમ્યાન ગરમ અને ભેજવાળુ હવામાન ખૂબ જ માફક આવે છે જયારે ફુલ અને ફળ આવવાના સમયે ઠંડુ અને સૂકુ હવામાન અનુકૂળ રહે છે. સામાન્યત: ૧૮૦ થી રપ૦ સે. તાપમાન વધુ માફક આવે છે. આ પાકને વધુ પડતુ ગરમ કે ઠંડુ તાપમાન તેમજ સતત વાદળછાયુ વાતાવરણ વૃધ્ધિ અને વિકાસને અવરોધે છે.