ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થા:
-------------------------
સામાન્ય રીતે ટામેટાના પાકમાં ફેરરોપણી બાદ ૪૦ થી ૪પ દિવસે ફૂલોની શરૂઆત થાય છે અને ત્યારબાદ ૩પ થી ૪૦ દિવસે ફળો ઉતારવા માટે તૈયાર થાય છે. નિયંત્રિત વૃધ્ધિવાળી જાતોમાં વીણી માટેનો ગાળો લગભગ બે થી અઢી માસ સુધી ચાલે છે. જયારે અનિયંત્રિત વૃધ્ધિવાળી જાતો માટે ત્રણ થી ચાર માસ સુધી ચાલે છે. ટામેટાની વીણી માટે અર્ધ પરીપકવ (પાકટ) થયેલ તંદુરસ્ત અને નિયત આકારના વિકસિત ફળો ઉતારવા. પાકની પરિસ્થિતિ અનુરૂપ ચાર થી પાંચ દિવસના અંતરે ફળોની જાળવણી સમય લંબાવી શકાય છે. વીણી કરેલ ફળોમાંથી રોગગ્રસ્ત નુકશાન પામેલ, વધુ પડતા પરિપકવ ફળોને અલગ કરી ગ્રેડીંગ કરવું. ત્યારબાદ સાફ કરેલ એકસરખા આકારના, તંદુરસ્ત ફળોને પ્લાસ્ટિક ક્રેટસ અથવા પૂંઠાના બોકસમાં પેકિંગ કરી બજારમાં મોકલવા જોઈએ. વ્યવસ્થિત પેકિંગ કરવાથી ટ્રાન્સપોર્ટ દરમ્યાન ફળોને નુકશાન થતુ નથી. જેથી બજારભાવ વધુ મેળવી શકાય છે. વીણી સમયાંતરે પાકા પરિસ્થિતિ અનુસાર કરવી ખાસ આવશ્યક છે. જેથી વધુ પડતા પાકને ફળોનું નુકશાન અટકાવી શકાય છે. સામાન્ય રીતે ફળોની વીણી બાદ ઉપભોકતા સુધી પહોંચતા અંદાજીત ૩૦ થી ૩પ ટકા જેટલું નુકશાન જાય છે.