વાવણી સમય અને પદ્ધતિ
-------------------
વાવણી સમય:
-----------
ચોમાસું: જુલાઈ-ઔગસ્ટ, શિયાળો: ઓક્ટોમ્બર-નવેમ્બર, ઉનાળુ: ફેબ્રુઆરી-માર્ચ
જમીનના ઢાળને અનુરૂપ પ થી ૮ મીટર લાંબા અને ર થી ર.પ મીટર પહોળાઈ ના ગાદી કયારા તૈયાર કરવા. એક હેકટર વિસ્તારની ફેરરોપણી માટે સુધારેલ જાતોનું ર૦૦-રપ૦ ગ્રામ અને સંકર જાતો માટે ૧પ૦-ર૦૦ ગ્રામ બીજને બીજ માવજત માટે પારાયુકત (સેરેસાન અથવા એમિસાન)નો પટ આપી કયારામાં પંજેઠીથી પ થી ૧૦ સે.મી. અંતરે હળવા ચાસ ખોલી ચાસમાં બીજની વાવણી કરવી. વાવણી બાદ બીજને સાધારણ અથવા ઉંધી પંજેઠી મારી માટીથી ઢાંકણ કરવું. ત્યારબાદ ઝારાથી પાણી છાંટી તેની ઉપર ૪પ થી ૬૦ સે.મી. ઊંચાઈએ એગ્રોસેડ નેટ બાંધી દેવી. અથવા ઘઉંના પુરેટીયા અથવા ઘાસનું હળવું ઢાંકણ ઢાંકવું. કયારામાં ભેજ જળવાઈ રહે તે માટે દરરોજ સાંજના સમયે ઝારાથી પાણી આપવું. પાંચથી છ દિવસે બીજના ઉગાવા બાદ ઢાંકણ દૂર કરી ધરૂનો કહોવારાના નિયંત્રણ માટે મેટાલેકઝીન એમ.ઝેડ. ર ગ્રામ/૧૦ લિટર પાણીમાં મિશ્રણ તૈયાર કરી ડ્રેન્ચિગ કરવું અથવા ૬:૬:૧૦૦ પ્રમાણે બોર્ડો મિશ્રણ તૈયાર કરી ડ્રેન્ચિગ કરવું. જરૂરિયાત મુજબ હાથથી નીંદણ કરવું તેમજ રોગ જીવાતના નિયંત્રણ માટે ભલામણ કરેલ પાક સંરક્ષાણના પગલા લેવા. સૂક્ષ્મતત્વોની ઊણપ ધરૂ છોડ ઉપર જણાય તો ૪૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ર૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને ૧૦ ગ્રામ બોરિક એસિડ ૧૦ લિટર પાણીમાં ચૂનાનું નિતર્યુ પાણી ઉમેરી તટસ્થ પ્રવાહી મિશ્રણ તૈયાર કરી છંટકાવ કરવો. ટામેટાનું ધરૂ રપ દિવસે રોપણી લાયક તૈયાર થઈ જાય છે.
ટામેટાની ફેરરોપણી અગાઉ ધરૂવાડિયામાં શરૂઆતના તબકકામાં ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૦.૦૩ ટકા ૧૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ર૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં પ્રવાહી મિશ્રણ તૈયાર કરી છંટકાવ કરવો. સુધારેલી જાતની ફેરરોપણી માટે ૭પ સે.મી. × ૪પ સે.મી. અને સંકર જાત માટે ૯૦ સે.મી. × ૪પ સે.મી. ના અંતરે ચાસ પાડી પિયત આપી આડી ઝીંસલી ખેંચી દરેક ઢાળે એક ઢોળની રોપણી કરવી. જરૂરત મુજબ ત્રીજા અથવા ચોથા દિવસે હળવું પિયત આપવું. જરૂરિયાત મુજબ ૧ર થી ૧પ દિવસે ખાલી પડેલ ગામાં પૂરવા.