ખાતર વ્યવસ્થાપન:
---------------
જમીન તૈયાર કરતી વખતે એક ગુંઠા દીઠ ૧ થી ૧.પ ટન છાણિયું ખાતર અથવા કંમ્પોસ્ટ ખાતર આપવું અથવા છાણિયુ ખાતરની અવેજીમાં ૧૦ કિ.ગ્રા. દિવેલીખોળ આપી કયારા તૈયાર કરવા. રાસાયણિક ખાતરોમાં ડી.એ.પી. ૧ કિ.ગ્રા. ૬૦૦ ગ્રામ પોટાશ અને ૩૦૦ ગ્રામ કાર્બોફયુરાન ધરૂવાડિયામાં શરૂઆતના સમયે ચૂસિયા પ્રકારની જીવાત, કૃમિ તેમજ ઊધઈના નિયંત્રણ માટે આપવું હિતાવહ છે.
ટામેટા પાકની વૃધ્ધિ અને વિકાસના તબકકાને અનુરૂપ રાસાયણિક ખાતરો આપવા.
યુનિવર્સિટી ધ્વારા થયેલ રાસાયણિક ખાતરોની ભલામણ નીચે મુજબ છે:
---------------------------------------------------
(કિ.ગ્રા./હે.)
જાતો સમય ના. ફો. પો. ભલામણ કરેલ વિસ્તાર
સુધારેલ જાતો પાયાના ખાતર ૪પ ૩૦ ૦૦ ઉત્તર ગુજરાત વિસ્તાર પુસારૂબી જાત માટે
પૂર્તિ ખાતર ૪પ ૦૦ ૦૦ -
સંકરજાતો પાયાના ખાતર - ૬૦ ૦૦ દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે
પૂર્તિ ખાતર (૩૦ દિવસે) ૯૦ ૦૦ ૦૦
(પ૦ દિવસે) ૯૦ ૦૦ ૦૦
સુધારેલ / સંકર જાતો
પાયામાં ૭પ ૭પ ૦૦ દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે
પૂર્તિ ખાતર ૭પ ૦૦ ૦૦
ટામેટાના પાક માટે જસત અને બોરોન ઉપયોગી સુક્ષ્મપોષક તત્વો છે. તેની પૂર્તિથી વધુ ઉત્પાદનની સાથે ગુણવત્તા પણ મળી શકે છે. એસ્કોરબિક અસિડ તથા અમલીયતાનું ઉંચું પ્રમાણ જસત અને બોરોનની પૂર્તિથી મેળવી શકાય છે.