Navsari Agricultural University
પિયત વ્યવસ્થાપન:
----------------

સપ્ટેમ્બર માસમાં વરસાદ ખેંચાય તો જમીનની પ્રત મુજબ ૧પ થી ર૦ દિવસના અંતરે પિયત આપવું ફૂલ ફળના વિકાસના તબકકાએ જમીનમાં ભેજ જળવાઈ રહે તે ખાસ ધ્યાન રાખવું. હમેંશા હળવું પિયત આપવું જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહે સામાન્ય: ટામેટાના પાકને વૃધ્ધિ અને વિકાસના તબકકા અને જીવનકાળ દરમ્યાન ૮ થી ૯ પિયતની જરૂરિયાત રહે છે.

ટામેટા પાક માટે પિયત ભલામણો
------------------------

મધ્ય ગુજરાત વિસ્તારમાં સંકર જાતો માટે ટપક પધ્ધતિ સાથે પ્લાસ્ટિક મલ્ચિંગ (૮૦ ટકા આવરણ) ફેરરોપણી બાદ ૩૦ દિવસે ભલામણ કરેલ છે. ટપક પધ્ધતિ માટે ૪ લિટર/કલાક ક્ષમતાવાળા ૧ર૦ સે.મી. ના અંતરે ડ્રિપર ગોઠવી આંતરે દિવસે નવે.-જાન્યુ. માસમાં એક કલાક તથા ફેબ્રુઆરી-માર્ચ માસમાં દોઢ કલાક પ્રમાણે પિયત આપવું. આ પધ્ધતિથી ૬૦ ટકા પાણીના બચાવ સાથે ર૮.૩ ટકા ઉત્પાદન વધારે મળે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.