Navsari Agricultural University

તડતડીયાં

તડતડીયાં:
-------

બચ્ચાં તેમજ પુખ્ત આછા લીલા રંગના અને ફાચર આકારમાં હોય છે, જે ત્રાંસા ચાલે છે. છોડને સહેજ હલાવતાં પુખ્ત ઉડે છે. બચ્ચાંને પાંખો હોતી નથી. માદા પાનની નીચેની સપાટીએ નસની અંદર પોતાનાં અંડનિક્ષેપકને ખોસીને ઈંડાં મૂકતી હોય છે.

સંકલિત વ્યવસ્થાપન:
-----------------

o પરભક્ષી ક્રાયસોપાનાં ઈંડાં અથવા ઇયળો ૫૦૦૦ ની સંખ્યામાં હેક્ટર દીઠ છોડવાથી મગ, ચોળા અને ગુવારમાં આ જીવાતની વસ્તી કાબુમાં રાખી શકાય.
o વધુ ઉપદ્રવ જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ ૧૦ લિટર પાણીમાં ઊમેરી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મળે છે.
o પાકની વાવણી પહેલાં કાર્બોફ્યુરાન ૩ જી 30 કિ.ગ્રા. અથવા ફોરેટ ૧૦ જી ૧૦ કિ.ગ્રા./હે ચાસમાં આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં તડતડિયાંનાં નુકસાનથી બચાવી શકાય. જો ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ડાયમિથોએટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.