શીંગમાખી:શીંગમાખી:
--------
માખી રંગે કાળી, ચળકતી ઉપસેલી આંખોવાળી તથા ઘરમાખી કરતા કદમાં નાની અને પાછળનો ભાગ અંડાકાર હોય છે. ઇંડાં સેવાતા તેમાંથી નીકળેલ સુક્ષ્મ ઇયળ (કીડો) દાણામાં દાખલ થઇ જાય છે અને દાણાની અંદર બોગદુ (ગેલેરી) બનાવીને ખોરાક લેતી હોય છે. આ પ્રકારના નુકસાનથી અવિકસિત, કોકડાઇ, કોહવાઇ અને દાણા સુકાઇ જાય છે. ખેડૂતો “કવા/કૌવા” આવ્યો છે તેમ કહે છે.
o શાકભાજી માટેની તુવેરમાં કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૧૦ મિ.લિ અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળ તેમજ શીંગમાખી સામે અસરકારક પુરવાર થયેલ છે.
o તુવેરના પાકમાં ૫૦% ફૂલ બેસવાની અવસ્થાએ મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી શીંગો કોરીખાનાર ઇયળો સામે રક્ષણ મેળવી શકાય.
o ફેનાવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ફેનાવાલરેટ ૦.૪% ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે ઉપયોગ કરવાથી શીંગ માખી સામે રક્ષણ મેળવી શકાય.
o તુવેરની જીએયુટી-૮૨-૮૫, ૮૨-૧૩૭, ૮૨-૧૦૪, ૮૨-૧૦૫, આઇસીપીએલ-૭૦૩૫, જીએયુટી- ૮૨-૯૦, જીએયુટી- ૮૫-૧૯, આઇસીપીએલ- ૮૭૦૭૫ અને આઇસીપીએલ-૧૫૧ જાતો શીંગ કોરીનાર ઈયળ તેમજ શીંગમાખી સામે પ્રમાણમાં પ્રતિકારક્તા ધરાવે છે.