Navsari Agricultural University

થ્રિપ્સ:

થ્રિપ્સ:
------

બચ્ચાં અને પુખ્ત કાળા રંગના અને આશરે ૧ મી.મી. લંબાઈના હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત ચોળીના ફૂલ પર નરી આંખે જોઈ શકાય છે. આ બંને અવસ્થા પાન ઉપરાંત ફૂલ અને કળીઓમાં ઘસરકા પાડી તેમાંથી નીકળતું પ્રવાહી ચૂસે છે. જેથી ફૂલ અને કળીઓ ફલીનીકરણના અભાવે સૂકાઈને ખરી પડે છે અને ઉત્પાદન પર સીધી અસર પડે છે.

સંકલિત વ્યવસ્થાપન:
---------------

o ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ (૧ ઇસી) થી ૪૦ મિ.લિ (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
o એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ અથવા ઇથિયોન ૫૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.