Navsari Agricultural University
ઉનાળુ મગફળીની ખેતી પધ્ધતિ
-------------------------------------

પાક ની અગત્યતા
----------------------

ગુજરાતમાં પિયતની સુવિધાવાળા વિસ્તારમાં ઉનાળુ મગફળીનું વાવેતર ૧.૦ થી ૧.પ લાખ હેકટરમાં થાય છે. આ પૈકી દક્ષિાણ ગુજરાતમાં ર૦ થી રપ હજાર હેકટરમાં ઉનાળું મગફળીનું વાવેતર થાય છે. ઉનાળુ વાવેતરમાં રોગ જીવાતનું પ્રમાણ ઘણુંજ ઓછું જોવા મળે છે. જેથી પાક સંરક્ષાણનો ખર્ચ ઓછો થાય છે. આ ઉપરાંત પિયત, નિંદામણ, આંતરખેડ વિ. સમયસર અને નિયંત્રિત પરિસ્િથતીમાં થતાં હોવાથી ચોમાસુ પાક કરતાં દોઢથી બે ગણું વધુ ઉત્પાદન આપે છે.

જમીન અને આબોહવા
---------------------------

જમીન : મગફળીને સારી નિતારશકિત ધરાવતી રેતાળ, ગોરાડું તથા મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. વધુ પડતી કાળી ચિકાશવાળી તેમજ ક્ષાારવાળી જમીન માફક આવતી નથી.

જમીનની તૈયારી : મગફળીના ડોડવાનો વિકાસ સહેલાઈથી અને સારી રીતે થઈ શકે તે માટે ખેડ કાયર્ો કરીને જમીનને પોચી, ભરભરી અને પાસાદાર બનાવવી જોઈએ. વધુ પડતી ઉંડી ખેડ હિતાવહ નથી. પિયતનું પાણી દરેક કયારામાં એકસરખું મળી રહે તે માટે જમીન સપાટ અને સમતળ બનાવવી જરૂરી છે.

જાતોની પસંદગી
----------------------

પાક ઉત્પાદન વધારવાના પરિબળોમાં નવી સુધારેલ જાતોનું બિયારણ વાવવાથી ૧૦ થી ૧પ ટકા જેટલું વધુ ઉત્પાદન મળે છે. જેથી હંમેશા મગફળીની નવી સુધારેલ જાતોનું સારી સ્ફુરણ શકિત ધરાવતું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જરૂરી છે.
ઉનાળુ મગફળીની
જાતો જાત પાકવાના દિવસો
જે - ૧૧ ૯૦-૯પ
જીજી-ર ૧૧૦
જીજી - ૪ ૧૧૯
ટીજી - ર૬ ૧ર૧
આઈસીજીએસ-૩૭ ૧ર૦
' -૪૪ ૧ર૦
જીજી-૬ ૧૧૯


વાવણી સમય અને પદ્ધતિ
----------------------------

વાવણીનો સમય :સામાન્ય રીતે ર૩ થી રપ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને મગફળી જેવા પાકો સારી રીતે ઉગી શકે છે. ઉનાળા માટે વહેલી પાકતી જાત વાવી શકાય. દક્ષિાણ ગુજરાત માટે ડિસેમ્બરથી માંડી જાન્યુઆરીના બીજા અઠવાડિયા થી ફેબ્રુઆરીમાં પ્રથમ અઠવાડિયા સુધીમાં મગફળીનું વાવેતર કરી દેવું.
વાવણીનું અંતર :
૧. ૩૦ × ૧૦ સે.મી.
ર. ૪પ × ૧૦ સે.મી.

બીજનો દર તથા માવજત
--------------------------------

બીજનું પ્રમાણ : દાણા - ૧૦૦ થી ૧ર૦ કિ.ગ્રા. / હે.
બીજ માવજત : ઉગસુક રોગના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. દાણા દીઠ ૩ થી , ગ્રામ કેપ્ટાન, થાયરમ, મેન્કોઝેબ, એમીસાન દવાનો પટ આપી રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવાથી ૧પ ટકા જેટલો રાસાયણીક ખાતરનો બચાવ થાય છે.

ખાતર વ્યવસ્થાપન
------------------------

ઉનાળામાં પિયતને લઈ ખાતરનો કાર્યક્ષામ ઉપયોગ થઈ શકે તે માટે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર આપવું. સામાન્ય રીતે ચોમાસુ પાક કરતાં બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ મગફળીને આપવાની ભલામણ છે. રપ-પ૦-૦ ના.ફો.પો. કિ.ગ્રા. /હે આપવા. ૧૧૦ કિ.ગ્રા. ડીએપી અને ૧૧ કિ.ગ્રા. યુરિયા ખાતરો વાવતા પહેલા ચાસમાં ઓરીને આપવા. દક્ષિાણ ગુજરાતમાં ફોસ્ફરસ ઓછું એટલે ર૦ કિ.ગ્રા./હે. આપવું. આ ઉપરાંત જમીનમાં ગંધકની ઉણપ હોય તો ર૦ કિ.ગ્રા. / હે. સલ્ફર આપવું.

પિયત વ્યવસ્થાપન
----------------------

દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા ૭ પિયત આપવાની ભલામણ છે.
૧. વાવણી બાદ તુર્તજ
ર. એક અઠવાડિયા બાદ
૩. ચાર અઠવાડિયા બાદ
૪. બાકીના ૪ પિયત ૧૩ થી ૧પ દિવસના અંતરે આપવા.

નીદણ વ્યવસ્થાપન
---------------------

મગફળીના પાકને ૪પ દિવસ સુધી નિંદામણ મુકત રાખવા બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. જયાં મજુરોની અછત હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેન્થાલીન (સ્ટોમ્પ) ૧ કિ.ગ્રા./હે (૩.૩૩ લી./હે.) પ૦૦ લી. પાણીમાં ઓગાળી વાવણી બાદ તુર્તજ બિયારણના સ્ફુરણ પહેલાં જમીન પર છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.

રોગ અને જીવાત વ્યવસ્થાપન
----------------------------


કાપણી અને સંગ્રહ
------------------------

મગફળીની જાતો ૯૦ થી ૧ર૦ દિવસે પાકી જાય છે. દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં મગફળી ઉખાડતાં પહેલાં એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવાથી મગફળી ઉખાડવામાં સરળતા રહે છે અને ડોડવા જમીનમાંત તુટતા નથી.
વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિનો અમલ કરવામાં આવે તો મગફળી રપ૦૦-૩૦૦૦ કિ.ગ્રા. / હે. ઉત્પાદન આપે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.