Navsari Agricultural University

મોલો

મોલો:
------
આ જીવાત ભૂખરી, કાળા, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. મોલોનાં બચ્ચાંન તેમજ પુખ્તા કીટકો કુમળી ડૂંખો, પાન અને સૂયામાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. ૫રિણામે છોડની વૃઘ્ધિી અટકી જાય છે અને તે નબળો બની જાય છે. તેથી ઉત્પાદન ૫ર ઘણી જ માઠી અસર થાય છે. આ જીવાતનાં શરીરમાંથી મધ જેવો ચીકણો ૫દાર્થ ઝરતો હોવાથી ખેડૂતો આ જીવાતને ગળો તરીકે ઓળખે છે. ચીકણા ભાગ ઉ૫ર પાછળથી કાળી ફૂગનો ઉ૫દ્રવ થાય છે, જેને લીધે આખો છોડ કાળો દેખાય છે. મોલોના ઉ૫દ્રવની શરૂઆત મગફળીનાં પાકમાં કયારે થશે તે જાણવા માટે શેઢા-પાળા ઉ૫ર સ્ટીઆકી ટ્રે૫ ગોઠવવા જોઈએ. મોલોનો ઉ૫દ્રવ મગફળીનાં પાકમાં સામાન્યણ રીતે જુલાઈ-ઓગષ્ટય મહિનામાં જયારે વાદળ છાયું વાતાવરણ હોય ત્યારે થાય છે અને લગભગ ૧૫-ર૦ દિવસ સુધી તેનો ઉ૫દ્રવ રહે છે.

સંકલિત વ્યવસ્થાપન :
---------------

o સ્ટીહકી ટ્રે૫ ઉ૫ર મોલોની વસ્તીર નોંધાયા બાદ અને ક્ષમ્યમમાત્રા (૧.૫ ઈન્ડે ક્ષ) ની‌ સપાટીએ ઉ૫દ્રવ ૫હોંચે ત્યા રે જ શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવીકે ફોસ્ફાીમિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
o મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્તીિ જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.