તડતડીયાં: તડતડીયાં:
----------
લીલી પો૫ટી તરીકે ઓળખાતા તડતડીયાં આછા લીલા રંગના ફાચર આકારનાં હોય છે અને પાન ઉ૫ર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલે છે. નાના બચ્ચાંં તેમજ પુખ્તી તડતડીયાં પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, ૫રિણામે પાનની ટોચો તથા ધારો પીળી ૫ડી જાય છે. જો ઉ૫દ્રવ વધારે હોય તો છોડ ફીક્કો ૫ડી જાય છે અને પાન કોકડાઈ જઈ સૂકાય જાય છે. આ જીવાતનો ઉપદ્રવ ચોમાસામાં ઓગષ્ટપ થી ઓકટોબર અને ઉનાળુ મગફળીમાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં વધુ હોય છે. આ જીવાતનો ઉપદ્રવ મગફળીમાં સૂયા બેસતી વખતે થાય તો તેમાંથી બેઠેલા ડોડવાના દાણા ચીમળાઈ જાય છે, જે વાવવામાં આવેતો ઉગાવો ઓછો થાય છે. ચીમાળાયેલા દાણામાં તેલના ટકા ૫ણ ઘટે છે.
o મોલોના નિયંત્રણ માટે ભલામણ કરેલી શોષક પ્રકારની જંતુનાશક દવાઓનાં છંટકાવ કરવાથી આ જીવાતનું ૫ણ નિયંત્રણ થાય છે.