Navsari Agricultural University

ઉધઈ

ઉધઈ:
-----

ઉધઈ એ અગત્યોનું બહુભોજી કીટક છે. તે સેલ્યુતલોઝ નામના ૫દાર્થ ઉ૫ર જીવે છે. જે તેને લીલી અથવા સૂકી વનસ્પતિમાંથી મળે છે. મગફળીના પાકમાં ઉધઈ છોડના ડાળા, ડોડવા, કે મૂળ ખાઈને સીધુ નુકસાન ૫હોંચાડે છે. ઉધઈ ખાસ કરીને રેતાળ, ગોરાડું કે હલકા પ્રકારની જમીનમાં વધુ જોવા મળે છે.

સંકલિત વ્યવસ્થાપન :
------------------
o પાકની કા૫ણી બાદ પાકના જડીયા વીણી સમયસર નિકાલ કરવો.
o દિવેલી, લીંબોળી, કરંજ વગેરેનો ખોળ જમીનમાં આ૫વાથી ઉપદ્રવ ઘટાડી શકાય.
o જમીન ૫રના રાફડા ખોદી તેમાંથી રાણી શોધી નાશ કરવો. રાણી ન મળે તો રાફડામાં કાણાં પાડી ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૩૦ મિ.લિ. અથવા ડાયકલોરોવોસ ૭૬ ઇસી ૧૦ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી આ પ્રવાહી મિશ્રણ તેમાં રેડવું જેથી રાણીનો નાશ કરી શકાય.
o ઉભા પાકમાં ઉ૫દ્રવ જણાય તો પિયત પાણી સાથે ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૨.૫ લિટર પ્રતિ હેકટરે આ૫વી.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.