મગફળીના પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા):મગફળીના પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા):
--------------------------------
આ જીવાત ૫ણ બહુભોજી હોઈ મુખ્યાત્વેો એરંડા, તમાકુ, કોબી અને કોબી ફલાવર, ટામેટા, જુવાર, બાજરી, મકાઈ, ડાંગર, ઘઉં, શેરડી, સુગરબીટ, મગફળી કપાસ, સૂર્યમુખી, કસુંબી વગેરે પાકોમાં ખૂબજ મોટા પ્રમાણમાં નુકસાન કરતી નોંધાયેલ છે. આ જીવાતનું પુખ્ત, કીટક આછા ભૂખરા રંગનું હોય છે. ઈંડાંમાંથી નીકળતી શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ ૫ડતા ભૂખરા રંગની હોય છે. જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થાય છે. શરીરનાં ઉ૫રની બાજુએ માથાં આગળ તેમજ પાછળનાં ભાગમાં ત્રિકોણાકાર કાળા ટ૫કાંથી આ જીવાતની ઈયળો તૂરત જ ઓળખી શકાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ લાંબો સમય સુધી વધુ રહે ત્યાેરે આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ જીવાતની શરૂઆતની અવસ્થા ની ઈયળો પાનનો લીલો ભાગ અને કૂમળા પાન ખાય છે. જયારે મોટી ઈયળો નસો સિવાયનો પાનનો ભાગ ખાઈ છોડને ઝાંખરા જેવો કરી નાખે છે. ઉપદ્રવ વધુ હોય તો છોડની ફકત નસો જ જોવા મળે છે. બપોરનાં સમયમાં ઈયળો છોડના થડની આજુ-બાજુની જમીનની તીરાડમાં ભરાઈ રહે છે. જયારે રાત્રિ દરમ્યાગન ખોરાક માટે બહાર આવે છે. મગફળીમાં સૂયા તેમજ ડોડવા બેઠેલા હોય તે વખતે આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય તો ઈયળો સૂયાને અને ડોડવામાં રહેલા દાણાને ખાઈને ૫ણ નુકસાન કરે છે.
સંકલિત વ્યવસ્થાપન :
----------------
o સામુહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં રાખી શકાય.
o ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
o ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા મીથોમાઈલ ૫૦ % વેપા ૧ર.૫ ગ્રામ અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો.