Navsari Agricultural University

પાન કોરિયું:

પાન કોરિયું:
----------

આ જીવાતનું પુખ્ત: કીટક રાખોડી રંગનું હોય છે. નાની ઈયળ ભૂખરા સફેદ રંગની હોય છે. ૫રંતુ પુખ્તો બનતા તે લીલા રંગની થઈ જાય છે. આ ઈયળના શરીર ૫ર નાના નાના વાળ હોય છે. ચોમાસુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ સપ્ટેરમ્બ ર-ઓકટોબર માસમાં વધારે જણાય છે. જયારે ઉનાળુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ ઉગતાની સાથે તુરત જણાય છે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તાવરમાં ભેજવાળું હવામાન રહેતુ હોવાથી ત્યાં આ જીવાતનો ઉપદ્રવ વધુ રહે છે. નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે. ઈયળો મોટી થતાં પાનમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળીને ડૂંખની ટોચની નજીકથી પાંદડીઓ એક-બીજા સાથે જોડીને જાળુ બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. ૫રિણામે પાંદડીઓ સૂકાય જાય છે. આ જીવાત છોડની ડૂંખોના ભાગમાંની પાંદડીઓ એકબીજી સાથે જોડી દેતી હોવાથી ખેડૂતો તેને માથા બાંધનારી અથવા પાન વાળનારી ઈયળો તરીકે ૫ણ ઓળખે છે.

સંકલિત વ્યવસ્થાપન:
---------------

o ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
o ઉપદ્રવ વધુ જણાય તો ડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ. અથવા ફેનીટ્રોથીઓન ૫૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ ૫છી બીજો છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.