લીલી ઈયળ: લીલી ઈયળ:
---------
લીલી ઈયળ એક રાષ્ટ્રીોય જીવાત છે. આ બહુભોજી જીવાત કપાસ, તુવેર, ચણા, જુવાર, ટામેટી, ઘઉં, બાજરી, સૂર્યમુખી, તમાકુ, મકાઈ, મગફળી, દિવેલા, મરચી, રજકો, વાલ, વટાણા વગેરે પાકોમાં જોવા મળે છે. આ જીવાતનાં પુખ્તમ કીટકની આગળની પાંખો ૫રાળ જેવી અને ભૂખરા રંગની છાંટવાળી અને પાછળની પાંખો પીળાશ ૫ડતી સફેદ અને કાળી છાંટવાળી હોય છે. ઈયળ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ ૫ડતી રાખોડી રંગની લીટીઓ વાળી હોય છે. પાક પ્રમાણે ઈયળનો રંગ જુદો જુદો જોવા મળે છે. ચોમાસુ અને ઉનાળુ મગફળીમાં દિવસે દિવસે આ જીવાતનાં ઉપદ્રવનું પ્રમાણ વધતું જાય છે. મગફળીનાં પાકમાં આ જીવાતની ઈયળો કુમળા પાન અને નાની ડૂંખો ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાય જવાથી છોડ ઝાંખરા જેવો દેખાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે. તેથી નવી કું૫ળો ફુટતી નથી. ચોમાસુ મગફળીમાં આ જીવાતનો ઉપદ્રવ સપ્ટેોમ્બાર માસમાં અને ઉનાળુ મગફળીમાં એપ્રિલ માસનાં અંતમાં શરૂ થાય છે અને પાકની કા૫ણી સુધી રહે છે.
સંકલિત વ્યવસ્થાપન:
----------------
o હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મૂકાતા ઈંડાંમાંથી ઈયળો ઓછી પેદા થાય.
o લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
o કાર્બારીલ ૫૦% વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.