થ્રિપ્સ:થ્રિપ્સ :
-------
પુખ્ત થ્રિપ્સ સૂક્ષ્મ કદની પાતળી, આછા પીળા રંગની અને પીંછા જેવી વાળવાળી પાંખો ધરાવે છે. બચ્ચાં પણ આછા પીળા રંગના પાંખો વિનાના હોય છે. પુખ્ત અને બચ્ચાં પાન પર મુખાંગો વડે ઘસરકાં કરી તેમાંથી ઝરતો રસ ચૂસે છે. તેથી પાન પર સફેદ રંગના પટ્ટા પડે છે. વધુ ઉપદ્રવમાં પાન કોડીયા જેવા થઈ જાય છે. ફૂલમાં નુકસાન થવાથી માળમાં ડોડવા ઓછા બેસે છે. સૂકા વાતાવરણમાં ઉપદ્રવ ઝડપથી વધે છે.
o થ્રિપ્સના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડેમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.